પુતિનની ભારત મુલાકાત, બંને દેશો વેપાર, મિત્રતાને વેગ આપવા સંમત
યુક્રેન યુદ્ધને પગલે રશિયા સાથેના દાયકા
જૂના ગાઢ સંબંધોમાં ઘટાડો કરવા માટે પશ્ચિમી દેશોનું ભારે દબાણ હોવા છતાં શુક્રવારે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને દેશો વચ્ચેના વેપારને ક્રૂડ ઓઇલ અને ડિફેન્સ સિવાયના બીજા ક્ષેત્રમાં પણ વિસ્તૃત અને વૈવિધ્યસભર બનાવવા માટે સંમત થયા હતાં